સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 25 નવેમ્બર, 2015

ટ્રાય કરો નાના મોટાં સૌને પ્રિય એવી ચાઇનીઝ નૂડલ્સની વાનગીઓ

ચાઇનીઝ નૂડલ્સ બાળકોની પ્રિય ડિશ છે, આને  આપણે સૌ પણ પસંદ કરીએ છીએ. તેમાં થોડા શાકભાજીનું પ્રમાણ વધારી દેવામાં આવે તો તે સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક ડિશ બને છે. સાંજે સામાન્ય ભૂખ લાગી હોઈ ત્યારે આ નૂડલ્સની વાનગીઓ તમારા ટેસ્ટમાં વધારો કરી શકે છે. 

શેઝવાન નૂડલ્સ

શેઝવાન નૂડલ્સ
સામગ્રી 
 
- ત્રણ કપ બાફેલા નૂડલ્સ
- બે ચમચી આદુનું છીણ
- બે ચમચી લસણની પેસ્ટ
- એક ચમચી શેઝવાન સોસ
- બે ચમચી ટામેટાંનો સોસ
- એક ચમચી સોસા સોસ
- પા ચમચી ખાંડ
- એક ચમચી રેડ ચીલી સોસ
- મીઠું સ્વાદ અનુસાર
- અડધી ચમચી મરચું
- દોઢ કપ મિક્સ શાક
 
રીત 
 
સૌપ્રથમ બધા શાક જેવા કે, કોબીજ, ગાજર, ડુંગળી, ટમેટાં, મરચાંને બારીક સમારી લો. નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો. બાકીની બધી સામગ્રી તેમાં નાખીને અડધી મિનિટ સુધી હલાવો. તે પછી બધાં શાક નાખી ઢાંકીને રહેવા દો. છેલ્લે બાફેલા નૂડલ્સ નાખી મિક્સ કરો.
હક્કા નૂડલ્સ

હક્કા નૂડલ્સ
સામગ્રી
 
- એક પેકેટ, ચારસો ગ્રામ નૂડલ્સ
- અડધી કપ લીલી ડુંગળી લાંબી સુધઆરેલી
- અડધો કપ કોબીજ લાંબી સુધારેલી
- અડધો કપ કેપ્સીકમ લાંબા સુધારેલા
- પા કપ ફણસી ત્રાંસી સુધારેલી
- અડધો કપ ગાજર લાંબા સુધારેલા
- ચાર લીલા મરચાં પાતળા સુધારેલા
- એક ટીસ્પૂન આદુની લાંબી સ્લાઇસ
- છથી સાત કળી લસણ
- અડધી ટીસ્પૂન સોયા સોસ
- એક ટીસ્પૂન ચીલી સોસ
- અડધી ટીસ્પૂન વિનેગર
- અડધી ટીસ્પૂન અજીનોમોટો
- બે ટીસ્પૂન તેલ
- મીઠું સ્વાદ અનુસાર

રીત
 
નૂડલ્સને પાણીમાં બાફી લો. બફાઇ જાય એટલે વધારાનું પાણી કાઢી લો. ફરતે થોડું પાણી રેડીને તેને સાઇડમાં મૂકો. એક ફ્રાઇંગ પેનને ગરમ કરવા મૂકો અને સાથે તેમાં તેલ, ડુંગળી નાંખીને હલાવો. ત્યારબાદ તેમાં લસણ, લીલાં મરચાં, ફણસી આદુ, બારીક સુધારેલા ગાજર અને કેપ્સીકમને મિક્સ કરો. જ્યારે બધા શાક ચઢી જાય ત્યારે તેમાં અજીનોમોટો, સોયા સોસ, ચીલી સોસ અને વિનેગરને મિક્સ કરો. છેલ્લે ચાખીને તેમાં મીઠું ઉમેરો. ગરમાગરમ પીરસો.

સાભારઃ દિવ્યભાસ્કર

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.