મૂળ કચ્છ -માંડવી માં જેનો ઉદ્ભવ સ્થાન છે, તે દાબેલી આજે કચ્છી દાબેલી તરીકે ફક્ત ગુજરાત-કચ્છમાં જ નહિ પરંતુ ભારતના મુખ્યત્વે અનેક શહેર અને રાજ્યોમાં અતિ પ્રચલિત છે. કચ્છમાં માંડવી – ભુજ વિગેરે શહેરમાં તેનો સ્વાદ માણવા જેવો છે. તો ચાલો આજે આપણે દાબેલી બનાવવાની રેસિપી જાણીશું અને માણીશું.
દાબેલી નો મસાલો
સામગ્રી :
એક લાલ મરચું
એક ચમચી ધાણા
ચાર-પાંચ લવિંગ
એક તજ નો ટુકડો
બે ચમચી જીરું
અડધી ચમચી મરીનો ભૂકો
પચીસ ગ્રામ તલ નો ભૂકો
દસ ગ્રામ વરીયાળી
અડધી ચમચી હળદર
એક ચમચો સૂકા કોપરા. નાળીયેરનું ખમણ
એક ચમચી ખાંડ
અડધી ચમચી આમચૂર પાઉડર
એક ચમચી તેલ
એક ચમચી ધાણા
ચાર-પાંચ લવિંગ
એક તજ નો ટુકડો
બે ચમચી જીરું
અડધી ચમચી મરીનો ભૂકો
પચીસ ગ્રામ તલ નો ભૂકો
દસ ગ્રામ વરીયાળી
અડધી ચમચી હળદર
એક ચમચો સૂકા કોપરા. નાળીયેરનું ખમણ
એક ચમચી ખાંડ
અડધી ચમચી આમચૂર પાઉડર
એક ચમચી તેલ
રીત:
એક કડાઈમાં તેલ મૂકી અને ગરમ કરો. તેમાં દાબેલીના મસાલા ની સામગ્રી હળદર, ખાંડ અને આમચૂર પાઉડર સિવાયના બધા મસાલા શેકી લો અને મસાલા ઠંડા પડે એટલે ખાંડ, હળદર, આમચૂર પાઉડર અને મીઠું મિક્સ કરી બધીજ સામગ્રી મિક્સર માં દળીને મસાલો તૈયાર કરી લેવો. અને એક એરટાઈટ ડબ્બીમાં ભરી લેવો.
સ્ટફિંગ / પૂરણ માટે
સામગ્રી :
એક કપ બાફેલા બટેટા નો છૂંદો ( મેસ કરેલ બટેટા)
અડધી ચમચી જીરૂ
એક ચપટી હિંગ
બે ચમચી દાબેલી નો મસાલો (ઉપર ના મસાલા માંથી)
બે ચમચા ખજૂર આમલી ની ચટણી
બે ચમચા તેલ
મીઠુ સ્વાદ અનુસાર
બાર-પંદર દાબેલી ના બન
બટર અથવા તેલ
અડધી ચમચી જીરૂ
એક ચપટી હિંગ
બે ચમચી દાબેલી નો મસાલો (ઉપર ના મસાલા માંથી)
બે ચમચા ખજૂર આમલી ની ચટણી
બે ચમચા તેલ
મીઠુ સ્વાદ અનુસાર
બાર-પંદર દાબેલી ના બન
બટર અથવા તેલ
સર્વ કરવા માટે
એક કાંદો બારીક સમારેલો
અડધો કપ શેકેલા શીંગ દાણા (મસાલા વાળા હોય તો તે ઉપયોગમાં લેવા)
અડધો કપ લીલી કોથમીર સમારેલી
એક કપ નાઈલોન સેવ
અડધો કપ દાડમના દાણા
લસણ ની ચટણી
પાંચ-છ ચમચા ખજૂર – આમલી ની ચટણી
અડધો કપ શેકેલા શીંગ દાણા (મસાલા વાળા હોય તો તે ઉપયોગમાં લેવા)
અડધો કપ લીલી કોથમીર સમારેલી
એક કપ નાઈલોન સેવ
અડધો કપ દાડમના દાણા
લસણ ની ચટણી
પાંચ-છ ચમચા ખજૂર – આમલી ની ચટણી
આંબોળીયા ની ચટણી
આંબોળીયા ની ચટણી બનાવવાની રીત અને સામગ્રી :
એક-બે ચમચી આંબોળીયા પાઉડર
એક લીંબુ
બે-ચાર ચમચી ખાંડ / ગોળ
એક ચમચી ગરમ મસાલો
એક-બે ચમચી આંબોળીયા પાઉડર
એક લીંબુ
બે-ચાર ચમચી ખાંડ / ગોળ
એક ચમચી ગરમ મસાલો
બધીજ સામગ્રી મિક્સ કરી અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરવું, અને થોડું ગરમ કરવું. બસ ચટણી તૈયાર થઇ જશે.
દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :
એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો, (સ્વાદ અનુસાર) બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં બે ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.
એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો, (સ્વાદ અનુસાર) બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં બે ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.
સૌ પ્રથમ દાબેલી નું બન લઈ તેને છરીથી વચ્ચેથી કાપો મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો. ત્યારબાદ પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકી સ્પ્રેડ કરવું. ત્યારબાદ, તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગદાણા, લસણની ચટણી તથા ખજૂર-આમલીની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના ઉપરના ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો) અને તેને ફરી તવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી સર્વ કરો.
લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરી શકાય છે.
નોંધ
સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્નિશમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.
આદુ -લીલા મરચાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ટફિંગમાં ઉપયોગમાં લઇ શકાય છે.
હાલમાં આપણી માર્કેટમાં પણ દાબેલીના મસાલા ના તૈયાર પેકેટ મળે છે, જેનો ઉપયોગ પણ કરી શકાય છે.
સાભારઃ દિવ્યભાસ્કર
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોસુધારેલી કોમેન્ટ:
જવાબ આપોકાઢી નાખોસુંદર બ્લોગ બદલ અભિનંદન પંકજભાઈ! આપના જેવી વ્યક્તિઓના સંનિષ્ઠ પ્રયાસો અને પ્રદાન થકી જ ગુજરાતી, આપણી માતૃભાષાનું અસ્તિત્વ ટકી રહેશે.. અઢળક શુભકામનાઓ!!
-મહેશ દોશી,
પૂર્વ તંત્રી, ફૂલછાબ