સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 25 નવેમ્બર, 2015

બહાર જેવી ચટાકેદાર 'રગડા પેટીસ' બનાવો આવી રીતે

બહાર જેવી ચટાકેદાર 'રગડા પેટીસ' બનાવો આવી રીતે




'રગડા પેટીસ'બનાવવા એવી વાનગી છે કે તમને કોઈ એ ગરમાગરમ પીરશે તો તમે ના ન જ કહી શકો. તો આજે આપણે જોઈએ તેને બહાર જેવી ચટાકેદાર કઈ રીતે બનાવી શકાય.

સામગ્રી


૧ વાડકી છોલે ચણા
૪ નંગ બટાકા
૨ ટે. સ્પૂન પનીર
૧ ટે. સ્પૂન શેકેલી શીંગનો ભૂકો
૧ ટી. સ્પૂન વાટેલાં આદું-મરચાં.૨ કાંદા
૧ ટામેટું
૮ કળી લસણ
મોટો કટકો આદું
૧ લીલું મરચું (ખાંડી નાંખવા)
મીઠું સ્વાદ અનુસાર
હળદર ચપટી
લાલ મરચું, 1/2 ટી. સ્પૂન
ગરમ મસાલો. 1/2 ટી. સ્પૂન
આમચૂર પાઉડર
ચપટી સંચળનો ભૂકો ચપટી
૧ ટે. સ્પૂન તેલ
શેલો ફ્રાઇંગ માટે તેલ
૨ ટે. સ્પૂન આમલીની ચટણી
સમારેલી કોથમીર

રીત
  • ચણાને ૭થી ૮ કલાક પલાળ્યા બાદ પ્રેશર કૂક કરવા.
  • કાંદા, ટામેટાં ઝીણાં સમારવાં. લસણ ખાંડવું. ૧ ટે. સ્પૂન તેલ ગરમ મૂકી તેમને સાંતળવાં.
  • હળદર, લાલ મરચું, ખાંડેલાં આદું-મરચાં, ગરમ મસાલો નાંખી સાંતળવાનું ચાલુ રાખવું.
  • બાફેલા છોલે નાંખી મીઠું, આમચૂર, સંચળ નાંખવાં. ૨ વાડકી પાણી ઉમેરવું.
  • થોડા છોલે ભાંગી નાંખવા. ઉકળીને જાડો રસો થાય એટલે ઉતારી લેવું.
  • બટાકાને બાફી, છોલી, માવો કરવો. પનીર, શીંગનો ભૂકો, થોડી કોથમીર નાંખવી.
  • મીઠું, આદું-મરચાં નાંખી, મસળીને પેટીસ વાળવી.
  • નોન-સ્ટિકમાં તેલ મૂકતાં જઈ ગુલાબી શેકવી. દરેક ડિશમાં પેટીસ મૂકી ઉપર રગડો મૂકવો.
  • આમલીની ચટણી મૂકી, કોથમીર ભભરાવી વાનગી ઉપયોગમાં લેવી.

નોંધ 
છોલે ચણા પ્રોટીનસભર છે. આયર્નયુક્ત છે.
પેટીસમાં બટાકા, પનીર, શીંગનું મિશ્રણ પોષણ ભરપૂર છે.
રગડો તથા પેટીસ સંપૂર્ણ પૌષ્ટિક વાનગીમાં પરિણમે છે.

સાભારઃ સંદેશ ન્યુઝ

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.