રેસ્ટોરન્ટમાં કઈ રીતે બને છે 'પાલક પનીર' જાણો તેની રીત
![](http://www.sandesh.com/UploadImages/recipe/News96_20151126113417509.jpg)
4 વ્યક્તિઓ માટે પાલક પનીરની સબ્જી બનાવવાની રીત.
સામગ્રી
100 ગ્રામ પનીર
2 ડુંગળી
3 ટેબલ સ્પૂન માખણ
2-3 તમાલપત્ર
1 ટીસ્પૂન જીરુ
મીઠું, સ્વાદ અનુસાર
1/4 ટીસ્પૂન મરી પાવડર
3/4ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
1 ટીસ્પૂન ગરમ મસાલો
વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે
રીત
- આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને થોડુ પાણી પાલક સાથે મિક્સ કરો.
- તેને 7-8 મિનીટ માટે પ્રેશર કુકરમાં બાફો. (લગભગ 1 સીટી)
- પનીરને નાના ટુકડામાં કાપી લો. થોડા ટુકડાને ગાર્નિશ કરવા માટે બાજુમાં રહેવા દો.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર તળો.
- થોડા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.
- હવે 2 ટેબલસ્પૂન માખણ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુ નાંખો.
- સમારેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
- તેમાં મીઠું, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.
- હવે પનીરના ટુકડા અને પાલકને ગ્રાઈન્ડ કરીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- પાલક પનીરને બરાબર ધીમી આંચે પકવા દો, તેમાં વધારાનું માખણ ઉમેરી લો
- હવે ગાર્નિશીગ માટે ઉપરથી પનીરના સાઈડમાં રાખેલાં ટુકડા નાખો
- ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.
સાભારઃ સંદેશ ન્યુઝ
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો