સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 25 નવેમ્બર, 2015

બહાર જવાની જરૂર નથી, ઘેર જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા

બહાર જવાની જરૂર નથી, ઘેર જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા

બહાર જમવા જવાનું થાય એટલે મોટાભાગે પંજાબી ફુડ પર જ પસંદગી ઉતરે. વળી તેમાં પણ પનીર ટિક્કા મસાલા ઓલટાઈમ ફેવરીટ ડિશ. જો કે તમારી ફેવરીટ ડિશ માટે હવે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નથી. તમે ઘરે જ બનાવી શકો છો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.
 
સામગ્રી
પનીર ટિક્કા માટે
અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ
એક કેપ્સિકમ સમારેલુ
એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી અને લેયર્સ અલગ કરેલા
છ ચમચા નિતારેલુ દહીં
અડધો ઈંચ આદુનો ટુકડો અને બે કળી લસણની પેસ્ટ
એક ચમચો લીંબુનો રસ
અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
અડધી ચમચી ગરમ મસાલો અથવા તંદુરી મસાલા પાઉડર
પા ચમચી હળદર
એક ચપટી કેસર
બે-ત્રણ ચપટી જાયફળનો પાઉડર
એક ચમચો બેસન
અડધી ચમચી તેલ
મીઠુ સ્વાદ મુજબ
 
 
ટિક્કા મસાલા ગ્રેવી માટે
બે ડુંગળી સમારેલી
બસો ગ્રામ ટામેટા
ત્રણ-ચાર કળી લસણ અને અડધો ઈંચ આદુના ટુકડાની પેસ્ટ
બે ચમચા નિતારેલુ દહીં
એક ચમચી ધાણાજીરૂ
અડધી ચમચી જીરૂ પાઉડર
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
પા ચમચી હળદર
અડધી ચમચી કસુરી મેથી
અડધો કપ પાણી
ત્રણ-ચાર ચમચા લો ફેટ ક્રિમ
બે ચમચા તેલ અથવા બટર
ખાંડ સ્વાદ મુજબ
સમારેલી કોથમીર
મીઠુ સ્વાદ મુજબ
 
રીત
પનીર ટિક્કા માટે નિતારેલા દહીંને બાઉલમાં લો. તેમાં આદુ-લસણની પેસ્ટ, મસાલાઓ, બેસન અને મીઠુ મિક્સ કરી લો. તેમાં પનીર ક્યુબ્સ, ડુંગળી અને કેપ્સિકમના ટુકડા ઉમેરો. આ ટુકડાઓ દહીંથી કોટ થઈ જવા જોઈએ. હવે તેને એક કલાક અથવા તેનાથી વધુ સમય માટે ફ્રિજમાં મેરિનેટ થવા મુકો. તે મેરિનેટ થઈ જાય એટલે એક પેનમાં અડધો ચમચો તેલ ગરમ કરો. તેમાં પનીર ક્યુબ્સ, ડુંગળી અને કેપ્સિકમને ચારેબાજુ પલટીને શેલો ગ્રીલ્ડ કરી લો. પછી તેને પ્લેટમાં લઈને સાઈડમાં મુકી દો.
ગ્રેવી માટે ઉકળતા પાણીમાં ચપટી મીઠુ નાંખી તેમાં મોટા ટુકડામાં સમારેલી ડુંગળી અને ટામેટાને ઉમેરો. તેને બે મિનીટ પકાવો. પછી ગેસ પરથી ઉતારી લો અને ઢાંકીને 15-20 મિનીટ રહેવા દો. આ પાણીમાં કાજુ પણ ઉમેરી શકો છો. પછી તેમાંથી પાણી કાઢીને સમારેલી લો અને ગ્રાઈન્ડરમાં ક્રશ કરીને ડુંગળી અને ટામેટાની અલગ-અલગ સ્મુધ પ્યુરી બનાવી લો. દહીંને સારી રીતે વલોવી લો. તેમાં ગઠ્ઠા રહી ન જવા જોઈએ.
એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં પહેલા ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાંતળો. તે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો. પછી ટોમેટો પ્યુરી રેડો અને પકાવો. ગ્રેવી પેનની કિનારી છોડવા લાગે એટલે તેમાં મસાલાઓનો પાઉડર ઉમેરી દો. હવે તેને ગેસ પરથી ઉતારીને મીઠુ અને વલોવેલુ દહીં મિક્સ કરો. પછી તેમાં પાણી ઉમેરીને ગેસ પર પાંચ-છ મિનીટ પકાવો. ત્યારપછી તેમાં કસુરી મેથી ઉમેરીને ધીમા તાપે થોડીવાર પકાવો. પછી સ્વાદ મુજબ ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં ગ્રિલ્ડ પનીર ટિક્કા ઉમેરીને મિક્સ કરી દો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

સાભારઃ દિવ્યભાસ્કર

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.