સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

તું મને ભગવાન એક

તું મને ભગવાન એક

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,
જીન્દગીનું નામ છે બસ, બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

આ ભૂમિમાં ખુબ ગાજે, પાપના પડઘમ,
બેસૂરી થઈ જાય મારી, પુણ્યની સરગમ
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જોમ તનમાં જ્યાં લગી છે, સૌ કરે શોષણ,
જોમ જતા કોઈ અહિયાં, ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.