સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

પ્રભુ નમીએ

પ્રભુ નમીએ

પ્રભુ નમીએ પુરી પ્રીતે, સુખી કરતું દુઃખો હરતું
બનાવી તે બધી દુનિયા બનાવ્યા તે ઊંડા દરિયા
સૂરજને ચંદ્ર ઝગમગિયા
સુખી કરતું...
વળી આકાશમાં, તારા ઘણે ઉંચે જ ફરનારા,
બનાવ્યા તે પ્રભુ પ્યારા...
સુખી કરતું...
જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી
અમારા કામ જોનારા
સુખી કરતું...
બધાએ પાપ બાળી દે, વળી બુધ્ધિ રૂપાળી દે
નમીએ હાથ જોડીને
સુખી કરતું

પ્રભુ નમીએ પુરી પ્રીતે, સુખી કરતું દુઃખો હરતું.

 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.