સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

જીવન-જ્યોત જગાવો

જીવન-જ્યોત જગાવો

જીવન-જ્યોત જગાવો પ્રભુ હે! જીવન જ્યોત જગાવો
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો;
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો;
અમને રડવડતાં શિખવાડો! ...પ્રભુ હે!

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરવો;
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો;
અમને ઝળહળતાં શિખવાડો!... પ્રભુ હે!

ઊગતાં અમ મનમાં ફૂલડાંને રસથી સભર બનાવો;
જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો;
અમને મઘમઘતાં શિખવાડો!... પ્રભુ હે!

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો;
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો;
અમને ગરજંતા શિખવાડો!... પ્રભુ હે!

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો
સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો
અમને સ્થળ-સ્થળમાં વરસાવો!... પ્રભુ હે!

- ‘સુંદરમ્‌’




0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.