પ્રભુ તારું ગીત
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પીવું છે
પ્રેમનું અમૃત પીવું છે
…પ્રભુ તારું ગીત
આવે જીવનમાં તડકા ને છાંયા
માંગુ છું પ્રભુ તારી જ માયા
ભક્તિના રસમાં ન્હાવું છે
માંગુ છું પ્રભુ તારી જ માયા
ભક્તિના રસમાં ન્હાવું છે
… પ્રભુ તારું ગીત
ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે
… પ્રભુ તારું ગીત
તું વીતરાગી હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે
… પ્રભુ તારું ગીત
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો